Navsari garib Kalyan melo : આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે

Navsari garib Kalyan melo : આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે કાર્યક્રમના સુચારું આયોજન અંગે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સ્થળ બેઠક યોજાઇ - કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ,કીટ વિતરણ વગેરેના સ્થળોની સ્વયં તપાસ કરી જરૂરી સુચનો આપ્યા. નવસારી તા.25: ગુજરાતમાં જરૂરિયાત મંદ લોકો સુધી સરકારની સીધી સહાય પહોંચે તેવા હેતુસર ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે નવસારી જિલ્લામાં આગામી તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ ધોડીયા સમાજની વાડી, સુરખાઈ, તાલુકો ચિખલી ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જેના સૂચારું આયોજન માટે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા અને વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં સ્થળ બેઠક યોજાઇ હતી. કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટે...