Posts

Gandevi latest news : ગણદેવીમાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૩ કરોડના ખર્ચે ૧૩ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા.

Image
     Gandevi latest news : ગણદેવીમાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૩ કરોડના ખર્ચે ૧૩ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા. ગણદેવી નગરપાલિકા સામે દરૂવાડ તુળજા ભવાની મંદિર પરિસરમાં તારીખ 19-06-2 024ની સાંજે ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૩ કરોડના ખર્ચે ૧૩ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા હતા. જેને કારણે નગરજનોમાં આનંદ વ્યાપી ગયો હતો. સરકારની વિવિધ યોજનાની ગ્રાન્ટ માંથી સોમવારની સાંજે રૂ.૧,૪૩,૬૧,૨૬૦ નાં ખર્ચે ૧૩ વિકાસકામો નાં ખાતમુહૂર્ત કરાયા હતા.             જેમાં રૂ.૪૭.૮૧ લાખ નાં ખર્ચે નાની છીપવાડ, દરૂવાડ અને કોર્ટ સામે પંપીંગ સ્ટેશન થી મેંધિયા ફળીયા મળી ત્રણ આરસીસી ટ્રીમીક્ષ રોડ, રૂ. ૮૭.૬૮ લાખ નાં ખર્ચે સુંદરવાડી રબલ પીચિંગ, પેવર બ્લોક, ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ ગલી, ઘેલાવડી, કેનિંગ ફેકટરી અંબા માતા મંદિર, રહેજ કોળીવાડ, દલાલ સ્ટ્રીટ, મોર્ડન પબ્લિક સ્કૂલ ગેટ સુધી અને મુસ્તાક ભાઈ નાં ઘર આગળ મળી ૮ સ્થળો એ પેવર બ્લોક, રૂ.૩.૬૧ લાખ નાં ખર્ચે પાણી ની ટાંકી ગાર્ડનમાં જીમ સાધન અને રૂ.૪.૫૦ લાખ નાં ખર્ચે વિવિધ વિસ્તારમાં ઇનોવેટિવ પેઇન્ટ કર...

Navsari : માનનીય કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબે જલ શક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો.

Image
Navsari : માનનીય કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબે જલ શક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો. आज जल शक्ति मंत्रालय का चार्ज लेने के बाद, मैं कृतज्ञता का अनुभव कर रहा हूँ और मुझ पर विश्वास कर यह ज़िम्मेदारी देने के लिए माननीय प्रधानमंत्री श्री @narendramodi सर का आभार व्यक्त करता हूँ। मैं संकल्पित हूँ कि जल शक्ति मंत्रालय के माध्यम से, हम जल संरक्षण, स्वच्छता और प्रबंधन… pic.twitter.com/tBMVDa7m5Q — C R Paatil (Modi Ka Parivar) (@CRPaatil) June 11, 2024

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

Image
    Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો ...

Songadh,Vyara,Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar,dolavan, kukarmunda,Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka world environment day celebration news

Image
                                                                Songadh,Vyara,Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar,dolavan, kukarmunda,Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka world environment day celebration news

Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Image
  Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Image
 Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ...

Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા.

Image
 Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા. આજ રોજ “આતંકવાદ વિરોધી દિન” નિમિત્તે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે શપથ ગ્રહણ કર્યાં. @revenuegujarat @InfoGujarat @infotapiadi #antiterrorismday pic.twitter.com/4MV3oJngn5 — Collector & DM-Tapi (@CollectorTapi) May 21, 2024 તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મીઓએ 21મી મે, એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. લોકોને આતંકવાદ પ્રત્યે જાગૃત કરવા તથા આતંકવાદ સામે એકતાનો સંદેશ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વની સામે પડકાર એવા આતંકવાદી પ્રવૃત્તિઓનો દુનિયાભરમાં હજારો લોકો ભોગ બને છે, ત્યારે તાપી જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના યુવાનોને આતંકવાદ અને હિંસાના માર્ગથી દૂર રાખવા, રાષ્ટ્રીય એકતા, અખંડિતાત...