Posts

નવસારી: તાજીયા(મહોરમ) દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા નવસારી પોલીસ કટીબદ્ધ:

Image
 નવસારી: તાજીયા(મહોરમ) દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા નવસારી પોલીસ કટીબદ્ધ: આગામી તાજીયા(મહોરમ) દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ.  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/7enQ0HQDIh — SP NAVSARI (@SP_Navsari)  July 15, 2024

Chikhli: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
 Chikhli: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૧૭-૦૭-૨૦૨૪નાં દિને ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂત ભાઈ-બહેનોને કિટ/એસેટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે નરેશભાઈ પટેલે ખેડૂત ભાઈ - બહેનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા ખેત ઉત્પાદન, સિંચાઈ, સહકાર અને પશુપાલન સમિતિ, જિ.પં.નવસારીના અધ્યક્ષશ્રી નિકુંજભાઈ પટેલ, નવસારી જિ.પં.ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા તથા પદાધિકારીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ... Posted by  Naresh Patel  on  Wednesday, July 17,

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

Image
Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલાવાટીકાનુ

માનનીય મુખ્યમંત્રીશ્રીનાં જન્મ દિવસ નિમિત્તે ખેરગામ તાલુકાના સરકારી કોલેજ ખાતે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો.

Image
  માનનીય મુખ્યમંત્રીશ્રીનાં જન્મ દિવસ નિમિત્તે ખેરગામ તાલુકાના સરકારી કોલેજ ખાતે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો.  ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખેરગામ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજીત  સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખેરગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિધાર્થીઓ તેમજ અધ્યાપકશ્રીઓ સાથે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ માં સાફ સફાઈ અભિયાન કરી સેવાકીય અભિગમ સાથે જન્મદિવસની ઉજવણી કરી.

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

Image
 Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્ર

ગુજરાત પોલીસનું ગૌરવ : પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ :

Image
 ગુજરાત પોલીસનું ગૌરવ : પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની પ્રેરણા તેમજ ડાંગ જિલ્લાની SheTeam ના ઉમદા કર્તવ્યના પરિણામ સ્વરૂપે, ડાંગ જિલ્લામાં દીર્ઘકાળથી ચાલી આવતી 'ડાકણ પ્રથા'ને નાબુદ કરી, પીડીત મહિલાઓનુ સમાજમાં પુન:સ્થાપન કરી, તેમજ એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવાના સફળ પ્રયાસ 'પ્રોજેક્ટ દેવી' ને રાષ્ટ્રીય કક્ષાના "SKOCH" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.  ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી સન્માનિત કરાતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથાર, રાજકીય આગેવાનો, વહીવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓ તથા હોમ ગાર્ડ-ગ્રામ રક્ષક દળના જવાનો, તેમજ સહયોગી નાગરિકો અને સવિશેષ સર્વે મીડિયાકર્મીઓનો જિલ્લા પોલીસે અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાત પોલીસનું ગૌરવ - પ્રતિષ્ઠિત &quo

નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.

Image
  નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. માહિતી બ્યુરો, નવસારી તા.૧૧: તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમિક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.   આ બેઠકમાં આરોગ્ય શાખાની "સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક" યોજવામાં આવી જેમાં તમામ શાખાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવી હતી. જેમાં વરસાદની પરિસ્થિતિમાં જાહેર જનતાને માટે જરૂરી માર્ગદર્શન, રોગચાળા અટકાયતી કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચા અને સમિક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, અને ચોમાસાની ઋતુમાં રોગચાળા અટકાયત માટે જરૂરી પગલાં લેવા તેમજ સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  આ બેઠકમ