Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૫-૦૪-૨૦૨૪નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શિક્ષકમિત્રો એ ધોરણ 8 ના બાળકો ને આશીર્વચન આપ્યા તેમજ ધોરણ 8 દીકરી ઊર્જા પટેલ અને માનસી પટેલે ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસ કરેલ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ ધોરણ 8 માં વર્ગ શિક્ષક શ્રી ધર્મેશ પટેલ અને ગોવિંદભાઈ પટેલ બાળકોને ફૂલ અને પેન આપી સન્માન કર્યું હતું.તેમજ આ ધોરણ 8 બાળકો તરફથી સ્પીચ ટેબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું.અંતે શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ એ બાળકો આગળ અભ્યાસ કરી પોતાના જીવન પ્રગતિના પંથે આગળ વધે એ માટે શુભ કામના પાઠવી હતી અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો....અંતે શાળાના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.
Navsari|vansda|chikhli: એક એવી શાળા જે બની રહી છે આદિજાતિ યુવતીઓના ઉજ્જવળ કારકિર્દીની માર્ગદર્શક /સારથિ આદિજાતી યુવતી ભાવિની પટેલ ચીખલી આદર્શ નિવાસી કન્યા શાળામાંથી અભ્યાસ કરી હાલ નવસારી જિલ્લાની મહુવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપી રહી છે આદર્શ નિવાસી કન્યા શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકોના માર્ગદર્શન થકી હું આજે ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરી શકી છું – ડૉ. ભાવિની પટેલ (M.B.B.S) નવસારી જિલ્લાની ચીખલી આદર્શ નિવાસી શાળા(કન્યા)ની ૭૮ વિદ્યાર્થીનીઓએ MBBS, BHMS,BAMS તથા વેટનરી જેવા મેડીકલ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવ્યો છે (સંકલન: ભાવિન પાટીલ) (નવસારી: રવિવાર): યુવાનો પોતાના સપનાને સાકાર કરવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે, પણ જો તેમને યોગ્ય સમયે સાચો માર્ગદર્શક/સારથિ મળી જાય તો સપના પૂર્ણ કરવામાં કોઈ પરિબળ તેમને રોકી નથી શકતું. વાત છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આદિજાતિ વિકાસ વિભાગ-ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળા જે બની રહી છે દક્ષિણ ગુજરાતના આદિજાતી યુવતીઓના મેડિકલ ક્ષેત્રેના ઉજ્જવળ કારકિર્દી માટેનો સાચો સારથિ. નવસારી...
Comments
Post a Comment